Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બીઆરજી બજેટ સ્ટેનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કેવડિયા કોલોની ખાતે શુભારંભ

કેવડિયા ખાતે પ્રવાસન માટે આવતી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓને પોસાય તેવી નિવાસી વ્યવસ્થાની શરૂઆત

કેવડીયા કોલોનીઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રિમ પ્રોજેકટ અને લોહ પુરુષ સરદારવલ્લભ ભાઈ પટેલની વીરગાથાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતેબીઆરજી બજેટ સ્ટે સંકુલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએજાહેર જનતા માટે ખુલ્લુંમુકતા પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કેમાત્ર ૧૦૦ દિવસોમાં જુના સરકારી કવાટર્સને તોડીને પ્રવાસીઓ માટે વ્યાજબી દરની સુવિધાઓ સાથેની બીઆરજી બજેટ સ્ટે દ્વારા જે સુવિધાઓ વિકસાવવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે.વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતુંકે  હાલમાં આ સ્થળે દૈનિક રૂપિયા ૪૭૫ના  દરે નિવાસની સુવિધા આપતા ૪૦ રૂમો આજથી જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યા છે તેમજ પર્યટકો માટે ભોજન ગૃહમાં વિવિધ પ્રકારની વાનગી પીરસવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં અહીંયા પૂર્ણ સ્તરે ૧૨૫ રૂમો શરુ કરવામાં આવશે.

આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીમાં બીઆરજી ગ્રુપના સ્થાપક શ્રી ચેરમેન બકુલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પ્રેરીત વિચારધારાને સાકાર કરવાના હેતુથી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલ જોવાલાયક સ્થળોની મુલાકાતે આવતા ગ્રુપ પ્રવાસીઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓનેનજીવા પોસાય તેવા દરોએ ૪૦૦થી વધુ  મુલાકાતીઓ રહી શકે તેમજ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુને સાકાર કરવા માટે બીઆરજી બજેટસ્ટેનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીઆરજી બજેટ સ્ટેમાં માત્ર રૂપિયા ૪૭૦/- પ્રતિ વ્યકિત પ્રતિ રાત્રીના દરે મુલાકાતીઓરોકાણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાતને આનંદ સાથે માણી શકાશે.

બીઆરજી બજેટ સ્ટેના લોકાર્પણ પ્રસંગે હાજરરહેલા બીઆરજી ગ્રુપના મેનેજીંગ ડિરેકટર શ્રી સરગમ ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીમાં જણાવ્યુંકેબીઆરજી ગ્રુપના નેજા કેવડિયા ખાતે કોર્પોરેટ ઇવેન્ટ સાથે નાગરિકોના જીવનના યાદગાર પ્રસંગોને દુનિયાની ખ્યાતનામજગ્યા ઉપર ઉજવવાની તમામ સુવિધાઓ એક જ સ્થળે એટલે કે બીઆરજી બજેટ સ્ટે ખાતે ઉપલબ્ધ રહેશે.દેશના વિભિન્ન રાજયોના ફૂડ સ્ટોલ સાથે સ્વાદિષ્ટ ભોજન અને પ્રકૃતિક વાતાવરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને અને વિચારોને નજીકથી સમજવાં અને માણવાની તક બીઆરજી બજેટ સ્ટે ખાતે આપવામાં આવશે.

આ અંગેવધુમાં સરગમ ગુપ્તાએ ઉમેર્યું કે આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના જોવાલાયક સ્થળોની મુલાકાત માટે ગાઈડ તેમજ પરિવહનની તમામ વ્યવસ્થ બીઆરજી બજેટ સ્ટે ખાતે ઉપલબ્ધરહેશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ, કોર્પોરેટ ઇવેન્ટ હોલ તેમજ ૩૦૦૦ થી ૫૦૦૦ વ્યકિતઓના સામુહિક કાર્યક્રમના આયોજન માટે અત્યાધુનિક હોલ તેમજ લોનની સુવિધા પણ બીઆરજી બજેટ સ્ટે ખાતે યોજી શકાશે.

(11:39 am IST)