Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જાહેરમાં મહિલાને મારનાર ભાજપ ધારાસભ્ય બલરામ થાવાણીની ગાડી પર પથ્થર ફેંકાયો: માથાના ભાગે ઇજા

દિવાળી સંમેલનમાં મેઘાણીનગર પહોંચેલા ધારાસભ્ય અને કાઉન્સિલર પર હુમલો : કારનો કાચ તૂટ્યો

અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી પર હુમલો થયો છે. મેઘાણીનગરમાં દિવાળી સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા ઘારાસભ્ય અને કાઉન્સિલર પર હુમલો થયો છે. ધારાસભ્યં બલરામ થવાનીની ગાડી પર અજાણ્યા શખ્સે પથ્થર મારતા થાવણીને માથાના ભાગે થઈ ઇજા પહોંચી છે. મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થવાણી ગઈકાલે મેઘાણીનગર વિદ્યાનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલ એક પ્લોટમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. દિવાળી નિમત્તે યોજાયેલ એક સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં એક શખ્સે પથ્થરથી બલરામ થવાણી પર હુમલો કર્યો હતો. એક શખ્સે દૂરથી બલરામ થવાણી પર પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક પથ્થર બલરામ થવાણીની કાર પર પડ્યો હતો. આ હુમલામાં બલરામ થવાણીન કારનો કાચ તૂટ્યો હતો.

આ મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. પોલીસે આઇપીસી 337, 427 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બલરામ થવાણી એ જ ધારાસભ્ય છે, જેઓએ થોડા સમય પહેલા એનસીપીની મહિલા કાર્યકર્તાને જાહેરમાં લાત મારીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, અને લોકોએ આ ધારાસભ્ય પર રોષ વ્યક્ત કર્યો હતો

(11:06 am IST)