Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દમણમાં કલમ 144 લાગુ: ડિમોલેશન મુદ્દે સતત બીજા દિવસે બજાર સ્વયંભુ બંધ: સ્થાનિકોમાં રોષ

 

દમણમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવાઇ છે જેમાં મોટી દમણના લાઇટ હાઉસથી જમ્પોર બીચ સુધીનાં 97 બિનકાયદેસર મકાનો પર બુલ્ડોઝર ફેરવી દેવાયું હતું. જેના પગલે મકાન વિહોણા બનેલા પરિવારો દ્વારા દમણના રાજીવ ગાંધી સેતુ પર ચક્કાજામ કરીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમની માંગ હતી કે રહેવા માટે તેમને વૈકલ્પીક વ્યવસ્થા કરી દેવામાં આવે

 

જો કે તંત્રએ કડક હાથે કાર્યવાહી કરતા ફુટબોલ ગ્રાઉન્ડ પર એકત્ર થયેલા તમામ પ્રદર્શનકર્તાઓ પર ટેન્કરના પાણીનો મારો ચલાવ્યો હતો. ઉપરાંત ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. જો કે વાતાવરણ ઉગ્ર બનતું જોઇને કલેક્ટરે કલમ 144 લાગુ કરવી પડી હતી. જેના પગલે પોલીસે 50થી વધારે લોકોની અટકાયત કરી લીધી હતી. જેથી સ્થાનિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ ચાલુ કરાયો છે. સતત બીજા દિવસે (આજે) પણ દમણમાં સ્વયંશુ બંધ પાળ્યો હતો 
પાલિકા દ્વારા દબાણની ઝુંબેશ આરંભાઇ છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંબંધિત અધિકારીઓ દ્વારા સમજાવવા છતા તેઓ માન્યા નહોતા. ફુટબોલ ગ્રાઉન્ડમાં પ્રદર્શન બાદ તેઓ રાજીવગાંધી સેતુને જામ કરે તે માટે ગ્રાઉન્ડ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લોકોનું ટોળુ એકત્ર થતા તેમને વિખેરવા પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો.

 

 

 

'કચ્છમાં મહા વાવાઝોડાની અસર : નખત્રાણા,દેશલપર પંથકમાં ધોધમાર વરસાદ

ગ્રેટ----- અબડાસા પોણા 2 ઇંચ, ભચાઉમાં 1 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ

ફોટો kachh

અમદાવાદ : મહા' વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી છે. વાવાઝોડાની અસરને પગલે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. કચ્છના નખત્રાણા, દેશલપર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. તો તરફ પૂર્વ કચ્છના ભચાઉમાં પણ ધોધમાર વરસાદના અહેવાલો છે.

સિવાય જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાની અસર જોવા મળી છે અને કેટલાક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે અબડાસા પોણા 2 ઇંચ, ભચાઉમાં 1 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહા વાવાઝોડાની અસરના પગલે વરસાદ વરસ્યો હતો.

 

(1:08 am IST)