Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મહા વાવાઝોડાની આગાહીના પગલે સુરત મનપાનો મોટો નિર્ણય : આઠ ઝોનમાંથી હોર્ડિંગ્સ ઉતારી લેવાયા

વાવાઝોડું લેન્ડફોલ થાય ત્યારે તમામને ઘરમાં રહેવા સૂચના

સુરત : મહાવાવાઝોડાની આગાહીના પગલે સુરત શહેરના આઠ ઝોનમાંથી હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા

   શહેરના સેન્ટ્રલ ઝોનમાંથી 3..કતારગામમાંથી 6..વરાછા ઝોન એ-માંથી 2.વરાછા ઝોન બીમાંથી 10, લિંબાયત ઝોનમાંથી 13, ઉધના ઝોનમાંથી 16 ..અઠવા ઝોનમાંથી 6 અને રાંદેર ઝોનમાંથી 3 સહિત 58 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.વાવાઝોડાની આગાહીના પગલે કોઈ અનઇચ્છીય ઘટના ન બને તે માટે હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    મહા વાવાઝોડું લેન્ડફોલ થાય ત્યારે તમામને ઘરમાં રહેવા સૂચના આપવામાં આવી છે.દરિયા કિનારાના ગામોમાં શિફ્ટટિંગની જરૂર પડે તો વ્યવસ્થા ગોઠવાઇ છે. લેન્ડફોલ સમયે સુરતમાં અંદાજે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.

(10:24 pm IST)