Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વડોદરામાં કોલેજીયન યુવાનને દંડ ફટકારી બાઈક જપ્ત કરતા પિતાએ રોડ પર સૂઈને વિરોધ કર્યો

હેલ્મેટ નહીં પહેરતા પોલીસે કહ્યું દંડ ભરી દો અને બાઇક લઇ જાઓ

વડોદરા : રાજ્યમાં પહેલી  નવેમ્બરથી ટ્રાફીકનો નવો કાયદો અમલમાં આવી ચુક્યો છે વડોદરામાં એક  કોલેજીયન યુવાનને પોલીસે પકડીને દંડ ફટકારતા તેણે રકમ નહી હોવાની દલીલ કરી હતી. જેથી પોલીસે બાઇક જપ્ત કરી દંડ ફરી બાઇક લઇ જવા જણાવ્યું હતું. જેથી કોલેજીયને તેનાં પિતાને બોલાવ્યા હતા. ઉશ્કેરાયેલા પિતાએ રોડ પર સુઇને વિરોધ કર્યો હતો.

  પોલીસ દ્વારા વાહન કબ્જે કરી લેવાતા વિદ્યાર્થીએ તેના પિતાને બોલાવ્યા હતા. જો કે પોલીસ સાથે તુતુ મેમે થયા બાદ તેના પિતાએ રોડ પર સુઇ જઇને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, હેલમેટ નહી પહેરવાના કારણે તેને દંડ કરવામાં આવ્યો છે. દંડ ભરી દો અને બાઇક લઇ જાઓ. જો કે વિદ્યાર્થીનાં પિતા તુષાર શાહ દંડ ભરવાનાં બદલે રોડ પર સુઇ ગયા હતા. જેથી રોડ પર લોકો કુતુહલથી જોવા ઉભા રઇ જતા ખુબ જ ગીચ ગણાતા આ રોડ પર કિલોમીટર લાંબો ટ્રાફીક જામ થઇ ગયો હતો. 
ભારે ટ્રાફીક જામના પગલે અને તુષારભાઇ કોઇ રીતે નહી માનતા હોવાથી રાવપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. રાવપુરા પોલીસ દ્વારા તુષાર શાહની અટકાયત કરવામાં આવી હતી. તેમને પોલીસ મથક લઇ જઇને જરૂરી કાયદેસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
તુષાર શાહે પોલીસની નીતિ અને નવા કાયદા બંન્નેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોલીસનો પગાર હવે સરકારે પોસાતો નહી હોવાથી તેનો તમામ ભાર નાગરિકો પર નાખી રહ્યા છે.

(9:30 pm IST)