Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રૂપિયા 8 લાખના લાંચ પ્રકરણમાં ફરાર DySP જે.એમ ભરવાડને મોટી રાહત: સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા

રાજકોટ: જેતપુરમાં રૂપિયા 8 લાખની લાંચના કેસમાં ફરાર થઇ ગયેલા DySP જે.એમ.ભરવાડને સુપ્રીમ રાહત મળી છે,  સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી દીધી છે, અગાઉ તેમને નીચલી કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે લાંચની મોટી રકમ અને કેટલીક દલીલોને ધ્યાનમાં રાખીને ભરવાડના જામીન નામંજૂર કરી દીધા હતા, બાદમાં તેમને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે મંજૂર થઇ ગઇ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુરમાં આર્મ્સ એક્ટના આરોપીને માર નહીં મારવા અને તેને મદદ કરવા તેના મિત્ર પાસેથી રૂપિયા 8 લાખની લાંચ લેવામાં આવી હતી, જેમાં એસીબીએ જેતપુરના કોન્સ્ટેબલ વિશાલ સોનારાને પકડી લીધો હતો, જ્યારે તે લાંચ લીધા બાદ DySP ભરવાડ સાથે મોબાઇલથી વાત કરતો હતો, ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો, DySP જે.એમ.ભરવાડ બાદમાં ફરાર થઇ ગયા હતા, અમદાવાદના સોલા પાસેથી તેમની ગાડી અને યુનિફોર્મ મળી આવ્યાં હતા

(9:10 pm IST)