Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

અમદાવાદમાં વકરતો રોગચાળો :મેલેરિયા-ડેન્ગ્યુ અને ટાઈફોઈડના વધતા કેસ

અમદાવાદમાં વકરી રહેલા રોગચાળાને જોતાં તાજેતરમાં મેયર અને અન્ય હોદ્દેદારોની આગેવાનીમાં હેલ્થ ઑફિસર અને અધિકારીઓની બેઠક બોલાવી રોગચાળો કાબૂમાં લેવા સૂચના આપવા આવી હતી.

 જોકે આમ છતાં રોગચાળો કાબુમાં નહિ આવ્યો હોય તેમ મેલેરિયા ડેન્ગ્યુ અને ટાઈફોઈડના કેસમાં વધારો થઇ રહયો છે  ચાલુ માસમાં 3 દિવસમાં સાદા મેલેરિયાના 17, ઝેરી મલેરિયાના 10, ડેંગ્યુના 12 કેસ નોંધાયા છે. તો પાણીજન્ય રોગચાળામાં ઝાડા-ઉલટીના 43, કમળાના 33-ટાઇફોઇડના 44 કેસ સામે આવ્યા છે. આ બાબતે વિપક્ષે સત્તાધારી પક્ષની ટીકા કરી છે.

(12:26 am IST)