Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

અમદાવાદમાં રોગચાળો વકર્યો :સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા

મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ :પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.

(1:08 am IST)