Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરા હાલોલ રોડ પર ગોઝારા અકસ્માતમાં 3 મૃતકની ઓળખ બાકી: તપાસનો ધમધમાટ

એક મહિલા,એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ નથી: કોઈને આ બાબતમાં કોઈ જાણકારી હોય તો પોલીસ મથકને જાણ કરી સહયોગ આપવા લોકોને અનુરોધ

વડોદરા હાલોલ રોડ પર ગઈકાલે થયેલા ગમખ્વાર અકસ્માતમાં  કુલ 10 લોકો મોતને ભેટ્યા છે.આ પૈકી સાત મૃતકોની ઓળખ થઈ ગઈ છે.પરંતુ એક મહિલા,એક બાળક અને એક કિશોર મળીને ત્રણ મૃતકોની ઓળખ થઈ નથી.હરણી પોલીસ મથક દ્વારા આ મૃતકોની ઓળખ અને તેમના વાલી વારસોની શોધ કરવામાં આવી રહી છે.જે કોઈને આ બાબતમાં કોઈ જાણકારી હોય તો ઉપરોક્ત પોલીસ મથકને જાણ કરી સહયોગ આપવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જેમાં મૃતકો પૈકી અંદાજે 44 વર્ષની મહિલા શ્યામવર્ણ અને મજબૂત બાંધો ધરાવે છે. એણે લીલા રંગનું બ્લાઉઝ અને દૂધિયા લીલા રંગની ચોકડીવાળી સાડી પહેરી છે. અંદાજે 10 વર્ષની ઉંમરના મૃતક બાળકે રાખોડી રંગનું ટી શર્ટ અને કાળા રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે.એના હાથ પર પીળો દોરો બાંધેલો છે.જ્યારે અંદાજે 15 વર્ષની ઉંમરના મૃતક કિશોરે પીળા રંગનું ખમીસ અને વાદળી રંગનું જીન્સનું પેન્ટ પહેર્યા છે. આ લોકોને ઓળખનારા કે તેમના વાલી વારસો તાત્કાલિક હરણી પોલીસ મથકનો રૂબરૂ અથવા ફોન નં.૦૨૬૫- ૨૫૪૧૪૨૩/મોબ નં.૮૪૬૯૪૦૦૧૪૭ ના આધારે સંપર્ક કરે એવી વિનંતી કરવામાં આવી છે.

 

(11:44 pm IST)