Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ૧૦ કેન્દ્રીય પ્રધાનો ગુજરાત ખૂંદી વળશે

ચારે ઝોનમાં કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગોઠવાયા : ૯ અને ૧૧ ઓક્ટોબરે વડા પ્રધાનનું આગમન : ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી પણ ભાજપના હોદ્દેદારો ચૂંટણી જંગ માટે આવશે

અમદાવાદ :વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં આવી ચૂક્યો છે. વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શાહના પ્રવાસો વધી ચૂક્યા છે ત્યારે હવે ૧૦ કેન્દ્રીય પ્રધાનો પણ ચૂંટણી સંગ્રામને લઈ કાલથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં આવી રહ્યા છે. આ કેન્દ્રીય પ્રધાનો પોતાને સોંપવામાં આવેલા ઝોનના મત વિસ્તારોમાં પ્રવાસ કરશે અને વર્તમાન સ્થિતિનો ક્યાશ કાઢશે.

આવતીકાલે એટલે કે છઠ્ઠી ઓક્ટોબરે મીનાક્ષી લેખી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ સિવાય ભાજપે ચૂંટણી જીતવા માટે અન્ય ભાજપ શાસિત રાજ્યોમાંથી હોદ્દેદારોની ફોજ ઉતારી છે. અમદાવાદ શહેરની ૧૬ બેઠકો માટે ઉત્તર પ્રદેશથી ૧૨૮ હોદ્દેદારો આવશે તો ઉત્તર ગુજરાતની ૪૦ વિધાનસભા બેઠકો માટે રાજસ્થાનમાંથી ભાજપના ૮૦ હોદ્દેદારો આવશે. સૌરાષ્ટ્રની ૫૪ બેઠકો માટે ઉત્તર પ્રદેશથી ૧૨૦ હોદ્દેદારો આવશે તો દક્ષિણ ગુજરાત માટે મહારાષ્ટ્ર ભાજપના હોદેદારો આવશે. ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કસર બાકી રાખવા માગતો નથી અને સતત સાતમી વાર સરકાર બનાવવા માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યો છે

 

(8:05 pm IST)