Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરામાં કાર ભાડે લેવા માટે ઓનલાઇન બુકીંગ કરાવી કાર સગેવગે કરનાર આરોપીને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: કાર ભાડે ફેરવવા માટે લઇ જઇ સગેવગે કરી દેવામાં આવી હતી.પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આજવા રોડ શ્રી  હરિ ટાઉનશિપમાં રહેતો આકાશ રાકેશભાઇ ભગત માંજલપુરમાં વોટર સપ્લાયનો ધંધો કરે છે.બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મેં જુલાઇ - ૨૦૨૨ માં એક કાર લીધી હતી.અને આ કાર ઝૂમ કાર ઇન્ડિયા પ્રા.લિ.માં કરાર આધારે ભાડે મૂકી હતી.ગત તા.૧૭ મી સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યે નાશિર અલી પી.મકરાણીએ કાર બૂક કરી હતી.૪૫ મિનિટ પછી એક વ્યક્તિ મારા ઘરે આવ્યો હતો.મારા શેઠ નાશિરઅલીએ મને મોકલ્યો છે.તેવું જણાવ્યું હતું. તેનું બુકીંગ આઇ.ડી.વેરિફાય કરતા યોગ્ય લાગ્યું હતું.તેનું આધાર કાર્ડ માંગતા તેનું નામ ઉમર ઝવેરી (રહે.મેમણ કોલોની, આજવા રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું.બીજે દિવસે કાર પરત કરવાની હતી.પરંતુ,બીજે દિવસે કાર મળી નહતી.ઝૂમ કારમાં મને બુકીંગ આપનાર પ્રવિણભાઇએ કહ્યું હતું કે,મેં નોકરી છોડી  દીધી છે.અને આરોપીઓએ કારમાં ફિટ  કરેલી જીપીએસ પણ બહાર ફેંકી દીધી હતી.બાપોદ પોલીસે પ્રવિણ  પરમાર તથા ઉમર ઝવેરી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(7:22 pm IST)