Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

એથરે રાજકોટમાં તેના પ્રથમ એકસપિરિયન્‍સ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારતના અગ્રણી ઇન્‍ટેલિજન્‍ટ ઇલેક્‍ટ્રિક સ્‍કૂટર ઉત્‍પાદક એથર એનર્જીએ રાજકોટના શાષાીનગરમાં તેના નવા એક્‍સપિરિયન્‍સ સેન્‍ટર- એથર સ્‍પેસ (Ather Space)નું ઉદ્‌ઘાટન કર્યું. આ નવો રિટેલ સ્‍ટોર અમદાવાદ, સુરત અને વડોદરા પછી ગુજરાતમાં આ બ્રાન્‍ડનું ચોથું રિટેલ આઉટલેટ હશે. એથરની 450X અને 450 Plusની નવી લોન્‍ચ થયેલ Gen 3 સિરીઝ એથર સ્‍પેસ પર ટેસ્‍ટ રાઇડ અને ખરીદી માટે ઉપલબ્‍ધ હશે.એથર સ્‍પેસ જય ગણેશ ગ્રૂપના સહયોગથી ખોલવામાં આવ્‍યું છે. જે ગ્રાહકોને ઇલેક્‍ટ્રિક વાહનો વિશે માહિતગાર કરવા માટે તૈયાર કરવામાં આવ્‍યું છે જે ઇન્‍ટરેકિટવ સ્‍પેસમાં સર્વગ્રાહી અનુભવ પ્રદાન કરતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:43 pm IST)