Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ટૂરીઝમ પોલિસીથી ગુજરાતમાં શૂટીંગ અને પ્રવાસનને વેગ મળશે

નિર્માતાઓ કહે છે કે

(કેતન ખત્રી), અમદાવાદઃ ગુજરાત સરકારે તાજેતરમાં જાહેર કરેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસી એક સારી નીતિ છે અને તે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ફિલ્‍મ શૂટને ગુજરાતમાં આકર્ષવામાં મદદ કરશે અને ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગને અને રાજ્‍યમાં પર્યટનના વિકાસને મોટો વેગ આપશે, એમ જાણીતા ફિલ્‍મ નિર્માતાઓએ જણાવ્‍યું હતું.

ગુજરાતી ફિલ્‍મોના નિર્દેશક અને નિર્માતા અભિષેક જૈને જણાવ્‍યું કે, ગુજરાત સિનેમેટિક પોલિસી ચાર વર્ષથી કામમાં હતી. નિર્માતાના દ્રષ્ટિકોણથી, નીતિ એક સારી શરૂઆત છે. તેની વાઇબ્રન્‍ટ કલ્‍ચર, સુંદર લોકેશન્‍સ, કોસ્‍ટલ સાઇટ્‍સ અને ઉત્‍કળષ્ટ કનેક્‍ટિવિટી સાથે, ગુજરાત ફિલ્‍મ શૂટિંગ માટે પહેલેથી જ આકર્ષક સ્‍થળ છે. આ નીતિ ગુજરાતની શક્‍તિઓને વિકસાવવામાં અને દેશ અને વિશ્વના ફિલ્‍મ ક્રૂને આકર્ષવામાં મદદ કરશે તથા Cll ગુજરાતના મીડિયા અને એન્‍ટરટેઈનમેન્‍ટ પેનલના કન્‍વીનર શૈલેષ ગોયલે તેમના પ્રારંભિક સંબોધનમાં, જણાવ્‍યું હતું કે આ નીતિ ગુજરાતને ફિલ્‍મ શૂટિંગ માટે પસંદગીના રાજ્‍ય તરીકે સ્‍થાપિત કરવામાં,  નોકરીની તકો ઊભી કરવામાં મદદ કરશે.

(4:44 pm IST)