Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં

સરસ્વતી માતાનું પૂજન – અનુષ્ઠાન વિદેશ યાત્રાથી પધારેલા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીનું ભાવભર્યુ સ્વાગત

અમદાવાદ તા.૫  વિદેશ સત્સંગ વિચરણ કરી રહેલ પૂ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા  અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં,  મહાવિદ્યાલયના આચાર્ય શ્રી અર્જુનાચાર્યજી, પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયણજી ની ઉપસ્થિતિમાં તથા યજ્ઞવલ્લભદાસજી સ્વામીના વડપણ નીચે તા.4-10-૨૦22ના રોજ    નવરાત્રીના નવમા દિવસે, શ્રી સરસ્વતી માતાનું પૂજન કરવામાં આવેલ.

સામાન્ય રીતે નવરાત્રીના પ્રારંભે મહાકાલી માતાનું પૂજન, મધ્યે મહાલક્ષ્મીદેવીનું પૂજન અને અંતે સરસ્વતી માતાનું પૂજન કરવાનું હોય છે.

સરસ્વતી માતાના પૂજનમાં વેદથી માંડીને આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ   અને સંતોએ પોતાના વેદ, વેદાન્ત, પુરાણ, વ્યાકરણ, ન્યાય, ઉપનિષદ વગેરેના તમામ પાઠ્યપુસ્તકો સરસ્વતી માતાની સમક્ષ પધરાવી, ષોડશોપચાર સાથે પૂજન કર્યું હતું.

આ પ્રસંગે ખાસ વિદેશયાત્રાએથી પધારેલ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીનું પૂર્ણ કળશ અને વેદના ગાન સાથે પાઠશાળાના પ્રાધ્યાપકો અને ઋષિકુમારોએ ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. પુરાણી સ્વામીએ સરસ્વતી માતાના પૂજનમા હાજરી આપી સરસ્વતી માતાના આરતિ ઉતારી,  શિક્ષકોને પ્રસાદ વહેંચી  પ્રાસંગિક પ્રવચન કરી આશીર્વાદ આપ્યા હતા.            

(4:20 pm IST)