Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો આનંદો : હવે 22 જેટલા ગામોમાં પહોંચશે નર્મદાના પાણી

વાવ અને સુઇગામ તાલુકાના 22 જેટલા ગામોને મળશે નર્મદાનું પાણી :આ કેનાલનું કામ શરૂ કરવાનો વર્ક ઓર્ડર અપાયો :4 તબક્કામાં કેનાલનું કામ પૂર્ણ થશે

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. જેમાં વાવ અને સુઇગામ તાલુકાના 22 જેટલા ગામોમાં હવે નર્મદાનું પાણી પહોંચશે,આ કેનાલનું કામ શરૂ કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને 4 તબક્કામાં કેનાલનું કામ પૂર્ણ થશે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં દેવપુરથી જાનાવાડા સુધી 23.35 કરોડના ખર્ચે કેનાલ બનશે.બીજા તબક્કામાં જાનાવાડાથી વાસરડા ગામ સુધી 24.53 કરોડના ખર્ચે થશે કેનાલનું કામ થશે. ત્રીજા તબક્કામાં વાસરડાથી કુંભારખા સુધી 17.43 કરોડના ખર્ચે કેનાલ બનશે.જ્યારે કે ચોથા અને અંતિમ તબક્કામાં કુંભારખાથી સુઇગામ સુધીનું કામ પૂર્ણ કરવામાં આવશે.

(12:56 am IST)