Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

રાજ્યમાં વિજયાદશમીની ધૂમધામથી ઉજવણી : રાવણને દહન કરવા વિવિધ જગ્યાએ આયોજન

શમીપૂજન, શસ્ત્રપૂજા જેવા કાર્યક્રમો કરવામાં આવશે: ફાફડા જલેબીની જયાફત અને હર્ષોલ્લાસ સાથે ઉજવાશે તહેવાર

અમદાવાદ : રાજયમાં નવરાત્રી પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય છે.  દશેરાના દિવસે ઠેર ઠેર રાવણને દહન કરવા માટે વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે શમીપૂજન, શસ્ત્રપૂજા જેવા કાર્યક્રમો કરવામાં આવશે.

  ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે એટલે આજે વિજયાદશમી મનાવવામાં આવે છે. સુરત શહેરમાં રાવણદહનની તૈયારીયો ચાલી રહી છે. કેમકે પૌરાણિક કથાઓનાં હિસાબે આજે સત્યની વિજય થઈ છે.  અને અસત્યનો પરાજય. અમદાવાદ શહેરમાં ફાફડા જલેબીની જયાફત અને હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરાય છે. રાજકોટમાં લોકો એકબીજાનો મોં મીઠું કરાવી વિજયાદશમીની ધૂમધામથી ઉજવણી કરતા હોય છે

 

(12:37 am IST)