Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભલામણ પ્રક્રિયાના ભાગરૂપે :ભાજપ તપાસ એજન્સીઓના માધ્યમથી હેરાનગતિ અને નિમ્ન કક્ષાનું રાજકારણ બંધ કરે

આજે સમગ્ર વિશ્વમાં અમૂલનું મોડલ પ્રખ્યાત છે, એમાં ભાજપનું કોઇ યોગદાન નથી. :કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના કરોડોના કૌભાંડ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાને મહેસાણા કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે NDDBના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીના નામની અમે જ ભલામણ કરી હતી અને ભલામણ કરવી એ પ્રક્રિયાના ભાગરૂપે છે. આ અગાઉ પણ વાજપેયીજીના કહેવાથી મેં અમૃતા પટેલના નામની ભલામણ કરી હતી.પરંતુ ભાજપ નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે.

ભાજપ તપાસ એજન્સીઓના માધ્યમથી હેરાનગતિ બંધ કરે જ્યારે બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપને આડેહાથ લેતા કહ્યું કે સહકારી સંસ્થાઓ એ કોઇના બાપની જાગીર નથી. આપણા વડીલોએ લોકોના કલ્યાણ માટે તેની રચના કરી છે. આજે સમગ્ર વિશ્વમાં અમૂલનું મોડલ પ્રખ્યાત છે, એમાં ભાજપનું કોઇ યોગદાન નથી.

(10:11 pm IST)