Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કોંગ્રેસમાંથી ભાગમભાગી !! છેલ્લા ચાર વર્ષમાં વગર ચૂંટણીએ 10 જિલ્લા પંચાયતો અને 13 નગરપાલિકામાં સતા ગુમાવી !

વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી બાદ 7 વિધાનસભા પણ ગુમાવી

અમદાવાદ : છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસેની સત્તા મેળવાની રનરેટ સતત ઘટી રહી છે. વર્ષ 2015માં કોંગ્રેસે 30 જિલ્લા પંચાયતો માંથી 23મા વિજય મેળવ્યો હતો. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં 10 જિલ્લા પંચાયતમાં સત્તા ગુમાવી છે. જેમાં અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દ્વારકા, ખેડા, મહિસાગર તેમજ પાટણનો સમાવેશ થાય છે. જ્યારે 83 નગરપાલિકાઓમાંથી 29માં સત્તા કોંગ્રેસની હતી હવે માત્ર 16 નગરપાલિકાઓમા જ કોંગ્રેસનુ સાશન છે.

જે નગરપાલિકાઓ ગુમાવી તેમા વઢવાણ, ચોટીલા, માણાવદર, સિક્કા, રાવલ, તલાલા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, ડભોઈ, ચકલાસી, મહેમદાવાદ, ગોધરા, ખેડબ્રહ્મા, બગસરા, અમરેલી, ઉમરગામ નગરપાલિકા ગુમાવી છે..તો વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી રહી છે..વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી બાદ 7 વિધાનસભા ગુમાવી છે જેમાં માણાવદર, જસદણ, જામનગર ગ્રામ્ય, ધ્રાંગ્રધ્રા, રાધનપુર, બાયડ અને ઊંઝાનો સમાવેશ થાય છે..

(10:04 pm IST)