Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

વડોદરાને પાણી પૂરું પાડનાર આજવા સરોવર નજીક બહેન માટે કોઠા તોડવા ભાઈને ભારે પડ્યા: વીજ કરંટ લાગતા મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી

વડોદરાશહેરને પાણી પુરુ પાડતા આજવા સરોવર નજીક આજે સાંજે કોઠા તોડવા ઝાડ પર ચઢેલા યુવકને વીજ કરંટ લાગતા તેનું મોત થયુ હતું.

ડેસર તાલુકાના વેજપુર ખાતે રહેતો ૧૯ વર્ષનો યુવક મિતેશ રાકેશભાઇ વણકર સાવલી ખાતે આવેલી ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો હતો. આજે તે તેના મિત્ર સાથે આજવા સરોવર નજીક રાયણ તલાવડી ગામે અન્ય એક મિત્રને મળવા આવ્યો હતો અને ત્યાંથી પરત જતી વખતે રસ્તા પર કોઠાના ઝાડ પર લાગેલા કોઠાને જોઇને તેને બેન માટે કોઠા લઇ જવાનો વિચાર આવ્યો હતો આથી તે ઝાડ પર ચઢીને કોઠા તોડી રહ્યો હતો ત્યારે ઝાડમાંથી પસાર થતાં વીજ વાયરને તે અડકી ગયો હતો અને વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો

મિતેશન તુરંત વડોદરા ખાતે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો

(5:38 pm IST)