Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અમદાવાદના મેઘાણીનગરમાં રીક્ષા ચાલકને ઢોરમાર મારી રિક્ષાની તોડફોડ કરવામાં આવી: રૂપિયા પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

અમદાવાદ: શહેરમાં નવા મોટર વ્હીલક એકટમાં દંડનો વધારો અને કડક અમલને લઇને રિક્ષા ચાલકોએ ગુરુવારે સ્વયંભૂ રિક્ષાઓની હડતાલ પાડી હતી. જેમાં ખાસ કરીને મેઘાણીનગમાં પરિવારજનોને રિક્ષામાં બેસાડીને જઇ રહેલા બે રિક્ષા ચાલકોને માર મારીને રિક્ષાની તોડફોડ કરી હતી.એટલુ  નહી મહિલાઓને ધમકાવીને તેમના પાસેાૃથી રૂપિયા પડાવી લીાૃધા હતા અને ધમકીઓ આપી હતી. ઘટના અંગે મેઘાણીનગર પોલીસે આઠ શખ્સો સામે ગુનો  નોધી વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે, કે મેઘાણીનગર ભાર્ગવ રોડ પર ફિડેશ કોલોની ખાતે રહેતા ગીતાબહેન રાજેશભાઇ રાજપુતે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે  કુંભાજીની ચાલીમાં રહેતા રિંકુ શિવકુમાર પરિહાર અને રૂપશંકર સામે ફરિયાદ  નોંધાવી છે કે ગઇકાલે રિક્ષાની હડતાલ હોવાથી રિક્ષાઓ મળતી હતી જેથી પડોશમાં રહેતા રિક્ષા ચાલક હરિશંકરની રિક્ષામાં પોતાના ઘરે મકાનના કામ માટે મજૂરો લેવા જતા હતા. જ્યાં  ડમરુ સર્કલ પાસે ઉપરોક્ત બે શખ્સોએ રિક્ષા રોકી હતી અને  રિક્ષા બંધનું એલાન છે છતાં કેમ રિક્ષા લઇને નીકળ્યા  છો તેમ કહીને રિક્ષા ચાલકને ફેટ પકડીને રિક્ષામાંથી બહાર કાઢીને ફેટ પકડીને માર માર્યો હતો. એટલું નહી ચાવી કાઢી લઇને તોડફોડ કરવાની ધમકી આપી હતી અને એક શખ્સ રિક્ષામાં મહિલા પાસે બેસીને તેમના પર્સમાંથી રૂ. ૩૦૦૦ની લૂંટ ચલાવી હતી.

(5:37 pm IST)