Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અપીલની મર્યાદા વધારાતાં I.T. વિભાગ ૨,૨૦૪ કેસ પરત ખેંચશે

પેન્ડીંગ કેસો ઘટાડવા, નાણાં-સમયની બચતની નેમ

અમદાવાદ, તા.પઃ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ટ્રિબ્યુનલ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં ઘટાડો કરવા અને આ પ્રકારના દાવાઓમાં સમય અને નાણાં ન વેડફાય તે હેતુસર અપીલો માટેની મહત્તમ મર્યાદામાં વધારો કરાયો છે. કોર્ટ કેસો માટેની મર્યાદા ટ્રિબ્યુનલ માટે રૂ.૨૦ લાખથી વધારીને રૂ.૫૦ લાખ, હાઇકોર્ટ માટે રૂ.૫૦ લાખથી વધારીને રૂ.૧ કરોડ અને સુપ્રિમ કોર્ટ માટે રૂ.૧ કરોડથી વધારીને રૂ.૧ કરોડ કરાઇ છે.

આથી ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા નજીકના ભવિષ્યમાં લગભગ ર,ર૦૪ જેટલા કેસ પરત ખેંચાશે. CBDTએ, કાનૂની દાવા ઘટાડવાની નેમ સાથે અપીલો માટેની મર્યાદા વધાર્યા પછી ઓગષ્ટ મહિનાં ૬૨૮ કેસો પરત ખેંચ્યા હતા. અમદાવાદ રાજકોટ, વડોદરા, સુરતમાં ITAT બેન્ચમાંથી ૧,૬૪૨અપીલો પરત ખેંચવા પ્રોસેસ હાથ ધરાઇ છે અને ૪૬૫ કેસ પરત ખેંચાયા છે. હાઇકોર્ટમાં ૩૭૦ કેસો પરત ખેંચાશે અને આ દાવાઓની પતાવટને લીધે સરકારને રૂ.૨૧૦ કરોડની આવક થશે. ગુજરાતમાંથી સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ ૧૯૨ કેસ પરત ખેંચાશે અને આ દાવાઓની તેના લીધે સરકારને અંદાજે રૂ.૧૧૯ કરોડની આવક થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીડીટીએ થોડા સમય પહેલા પ૦ લાખથી ઓછી મર્યાદા વાળા કેસમાં અપીલ નહીં કરવાનો પરીપત્ર બહાર પાડયો હતો, જો કે, કેટલાક કિસ્સાઓમાં ઇન્કમટેક્ષની આવક થવાની શકયતા દેખાતા તે કેસમાં અપીલમાં જવાનો રસ્તો હજુ ખુલ્લો રાખ્યો છે.

(11:33 am IST)