Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વાપીમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ :અનેક જગ્યાએ છાપરાના પતરા ઉડ્યા

વાપી,સેલવાસ અને વાપી-નાસિક હાઇવે પર વાહનનો ગતિ ધીમી

 

વાપીમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે.વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ છાપરાના પતરા ઉડ્યા છે. ભારે પવનના કારણે વાપી, સેલવાસ તેમજ વાપી-નાસિક રોડ અને વાપી થઈ પસાર થતા નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

 

(11:13 pm IST)