Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વડોદરામાં રખડતા ઢોરોનો આતંક: બે યુવકોને શીંગડા મારતા ગંભીર ઇજા

વડોદરા:શહેર છેલ્લા ૪ વર્ષથી સ્માર્ટ સિટી બનવાના સપના જોઇ રહ્યું છે. આ સપનું ક્યારે  પુરુ થશે એ તો ખબર નહી પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાંથી રખડતા ઢોર અને કુતરાઓ પર કાબુ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયુ છે જેના કારણે શહેરમાં રખડતા ઢોર લોકોને અડફેટે લઇને જીવલેણ ઇજા પહોંચાડી રહ્યા છે તો શહેરમાં રોજ સરેરાશ ૪ થી ૫ વ્યક્તિને કુતરા કરવડવાના બનાવ બની રહ્યા છે.

બુધવારની રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં દંતેશ્વર વિસ્તારમાં અનુપમ નગર પાસેથી પસાર થતાં સંજય રામજી વસાવા (ઉ.૨૨, રહે. રેલવે કોલોની પ્રતાપનગર)ને  અચાનક ધસી આવેલી એક ગાયે છાતીમાં શિંગડુ મારતા સંજય બેભાન થઇને ઢળી પડયો હતો. તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો છે.આ ઘટનાને હજુ અડધો કલાક થયો હશે તે દરમિયાન આ ભડકેલી ગાયે અનુપમનગરમાં જ રહેતા પ્રદિપ તુકારામ કામલે (ઉ.૪૦)ને જમણા કાન પર શિંગડુ મારતા પ્રદિપ પણ લોહી લૂહાણ થઇ ગયો હતો અને તેને પણ એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે . આ બન્ને યુવકની હાલત ગંભીર છે અને હાલમાં સારવાર હેઠળ છે.આ દરમિયાન તા.૩ સપ્ટેમ્બર થી તા.૪ ઓક્ટોબર એમ એક મહિનામાં વડોદરામાં વિવિધ વિસ્તારોમાં મળીને ૪૫ વ્યક્તિઓને કુતરા કરડવાના પણ બનાવ બન્યા છે.

(5:48 pm IST)