Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ભરૂચ રેલવે સ્ટેશન નજીક પોલીસે મધ્યપ્રદેશના શખ્સ પાસેથી બે રિવોલ્વર અને કારતુસ સાથે રંગે હાથે ઝડપ્યા

ભરૂચ: રેલવે સ્ટેશન ઉપર આવેલા પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા પરપ્રાંતિય શખ્સની પાલેજ પાસે તલાસી લેતા તેની પાસેથી બે હાથ બનાવટની રીવોલ્વર અને સાત કારતૂસ મળી આવ્યા હતા.તે શખ્સની એસ ઓ જી પોલીસે તેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. આ હથિયાર સુરતના શખ્સને આપવા જતો હોવાનું બહાર આવ્યુ છેભરૂચ રેલવે એસ ઓ જીને મળેલી બાતમીના આધારે  અમૃતસરથી બાંદરા જતી પશ્ચિમ  એક્સપ્રેસના કોચ નંબર એસ -૩ ના દરવાજા પાસે  બેઠેલા શખ્સની પાલેજ પાસેથી તલાસી લેવા સાથે પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ તેના થેલામાંથી હાથ બનાવટની બે રીવોલ્વર અને સાત કારતૂસ મળી આવ્યા હતા. તેને ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતારી પૂછપરછ કરતા તે શખ્સ મધ્ય પ્રદેશના લાહેરનો જશવંતસિંહ ગુર્જર હોવાનું બહાર આવ્યુ હતુ. આ હથિયાર તે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ સુરત રહેતમાં રહેતા અરૂણસિંહ સીકરવાડને આપવા જતો હોવાનું પણ બહાર આવ્યુ હતુ.

(5:45 pm IST)