Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મહેસાણામાં પરપ્રાંતિય લોકોની કોલોની પર ટોળાનો હુમલો : પોલીસે ૧૫ જેટલા ટિયર ગેસ છોડ્યાઃ ૧૪ લોકોની અટકાયત

જીલ્લા પોલીસ વડા ડીવાયએસપી નંદાસણ, મેહસાણા અને કડી પોલીસ સહીતનો કાફલો દોડ્યો

મહેસાણાઃ હિંમતનગરના ઢુંઢર ગામમાં ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ઠાકોરસેના દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહયો છે. પરપ્રાંતિય લોકો પર હુમલા થયા હતા. મહેસાણાના ઇન્દ્રાડ ગામે ટોળા દ્વારા પરપ્રાંતીય લોકોની કોલોનીને નિશાન બનાવાઈ છે જેમાં ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ કોલોનીમાં તોડફોડ કરી પરપ્રાંતીય લોકોને માર મારવામાં આવ્યો હતો. કેટલાક પોતાનો જીવ બચાવી ભાગી ગયા હતા પરંતુ મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પૈસા ના હોવાના કારણે ઘરમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા ડીવાયએસપી નંદાસણ, મેહસાણા અને કડી પોલીસ સહીતનો કાફલો દ્યટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ૧૫ જેટલા ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૪ જેટલા લોકોની અટકાયત કરી હતી.  આ સમગ્ર મામલે ટોળાએ હિંસકરૂપ ધારણ કરી પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેને લઈને પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  (૪૦.૧૧)

(3:56 pm IST)