Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમદાવાદ :અર્બન હેલ્થ સેન્ટરના મહિલા કર્મીની જાતીય સતામણી :વોર્ડબોય વિરુદ્ધ લેખિત ફરિયાદથી ખળભળાટ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ન્યુ સરદારનગરના અર્બન હેલ્થ સેન્ટરના એક મહિલા કર્મચારીની જાતીય સતામણીનો કિસ્સો ખુલ્યો છે આ મહિલા કર્મચારીએ અર્બન હેલ્થ સેન્ટરના વોર્ડબોય વિરુદ્ધ તંત્રમાં જાતીય સતામણીને લગતી લેખિત ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે.

  જાણવા મળ્યા મુજબ ન્યુ સરદારનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ગત તા.૮ સપ્ટેમ્બર, ર૦૧૮એ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સંબોધીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ આ જ કચેરી ખાતે વોર્ડબોય તરીકે ફરજ બજાવતા નામે નરેશભાઇ જે. વાઘેલા મને છેલ્લા એક મહિનાથી સતત ફોન કરી હેરાન કરે છે અને અશોભનીય તથા અયોગ્ય માગણીઓ કરે છે.

(12:53 pm IST)