Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હીરાના કારખાનાઓમાં 5મી નવેમ્બરથી દિવાળી વેકેશન

રત્નકલાકારોને વતન જવા એસટી 500 બસ દોડાવાશે

અમદાવાદ: હીરાના કારખાનાંઓમાં ૫ નવેમ્બરથી ૨૦ થી ૩૦ દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે.રત્નકલાકારોના દિવાળીમાં વેકેશનમાં વતનમાં જવા માટે એસટી દ્વારા ૫૦૦ બસ દોડાવાશે.

 દિવાળીના વેકેશન પછી મંદીના કારણે કારખાનાં શરૂ થશે કે કેમ? એ બાબતે રત્નકલાકારોમાં કચવાટ છે. આ અંગે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગની પરિસ્થિતિ ઘણી નાજુક છે.

  દિવાળી પછી રત્નકલાકારોને બેરોજગાર ન થવું પડે તે માટેના પ્રયાસ અત્યારથી શરૂ કરી દેવાયા છે. જો ગ્રૂપ બુકિંગની પૂરતી ૫૧ સીટની વ્યવસ્થા થશે તો રત્નકલાકારોના ઘરઆંગણેથી એસ.ટી. ઉપડશે. ભાડાં ૨૪૦થી શરૂ કરીને  ૩૧૦ સુધીનાં રહેશે. આ જ સ્થળોએથી વેકેશન બાદ સુરત પરત આવવા પણ બસ ગોઠવાશે.

(3:59 pm IST)