Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કોંગ્રેસનો જનસંપર્ક અભિયાન :ફંડ એકઠું કરવા સાથે કોંગ્રેસના બલિદાન અને કરેલા કામોની સમજણ આપતી પત્રિકા વિતરણ

નેતાઓ અને કાર્યકર્તાઓને જન જન સુધી પહોંચવા માટે તાલીમ બેઠક યોજાઈ

અમદાવાદ :લોકસભાની ચુંટણીઓ પહેલા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રાંરભ કરાયો છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને જન જન સુધી પહોંચવા માટે તાલીમ બેઠક પ્રદેશ કોંગ્રેસ ખાતે યોજવામાં આવી હતી.

   ભંડોળ એકઠું કરવાની સાથે લોકોને ભાજપે આપેલા વાયદાઓની સામે કરેલા કામની પત્રિકાઓ વહેંચીને કોંગ્રેસે કરેલા કામની સમજણ આપવા. તેમજ કોંગ્રેસના બલીદાનોની વાતો લોકો સુધી કઈ રીતે પહોચાંડવી તેની તાલીમ બેઠકમાં અપાઈ હતી સાથે લોકો પાસેથી નાણાકિય મદદ કઈ રીતે માગવી તેના માટે પ્રમુખ દ્રારા તમામ તાલુકા અને જિલ્લા પ્રમુખોને માંર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

(12:04 pm IST)