Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

તે સમયે અેવુ લાગતુ હતું કે અમદાવાદની ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બની જશે પરંતુ ફરી વાર ટ્રાફિકની સ્થિતિ યથાવત

એક સમય એવો હતો કે અમદાવાદના અમુક જ વિસ્તારો એવા હતા જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવતુ હતુ અને ટ્રાફિક પોલીસ પણ ગણતરીના વિસ્તારોમાં જ કાર્યરત હતી. શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવુ અને ટ્રાફિક જામ થવો એ સામાન્ય વાત હતી.

પરંતુ 16મી જુલાઈના રોજ હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની આકરી ટીકા કરી અને તેમને કડકાઈપૂર્વક નિયમોનું પાલન કરાવવા માટેનો આદેશ આપ્યો. ત્યારપછી અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંહે ઝુંબેશ શરુ કરી અને શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોએ માઠા પરિણામો ભોગવવા પડ્યા.

પોલીસની આ ટ્રાફિક ડ્રાઈવની અસર સૌથી વધારે રિક્ષાચાલકો અને ફેરિયાઓને થઈ. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ગેરકાયદેસર પાર્કિંગ કરનારા લોકો પાસેથી કુલ 25 લાખ રુપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.

તે સમયે તમને પણ લાગતું હશે કે હવે અમદાવાદમાં ક્યારેય ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય, પાર્કિંગ વ્યવસ્થિત થશે, રસ્તા પર ચાલવાની જગ્યા મળશે, કોઈ સિગ્નલ નહીં તોડે, વગેરે વગેરે. પરંતુ ધીરે-ધીરે આ ડ્રાઈવનો ઉત્સાહ ઓસરાતો ગયો અને હવે શહેરમાં ફરી એકવાર પહેલા જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

(5:34 pm IST)