Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરતા ખેડૂતોને મળવા માટે ધ જાપાન ઇન્‍ટરનેશનલ કોર્પોરેશન અેજન્સી તૈયાર

અમદાવાદ: મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોને મળવા માટે ધ જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA)એ તૈયારી દર્શાવી છે. ગુજરાત ખેડૂત સમાજના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, “JICAએ વચન આપ્યું છે કે ટૂંક સમયમાં જ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરશે. ગયા મહિને ખેડૂતોએ JICAને રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર રીતે તેમની જમની પચાવી પાડી છે.”

આનંદ યાજ્ઞિકે કહ્યું કે, “19 સપ્ટેમ્બરે ખેડૂતોએ JICAને વિનંતી કરી હતી કે તેમની વાત સાંભળવા માટે JICA એક ટીમ બનાવે. જાપાન અને ભારત મળીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આકાર આપી રહ્યા છે ત્યારે ખેડૂતો પાસેથી JICAની ગાઈડલાઈન વિરુદ્ધ જમીન આંચકી લેવામાં આવી છે. ખેડૂતોએ JICAને કહ્યું કે તેઓ પોતાની જમીન જતી કરવા નથી માગતા અને સ્થળાંતર પણ નથી ઈચ્છતા. રાજ્ય અને કેંદ્ર સરકાર દ્વારા JICAની ગાઈડલાન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે JICA મૂકપ્રેક્ષક બનીને કઈ રીતે બેસી શકે?”

ખેડૂતોએ JICAને ભારપૂર્વક કહ્યું છે કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે JICAએ ત્યાં સુધી લોન ન આપવી જોઈએ જ્યાં સુધી સરકાર JICAની સોશિયલ અને એન્વાયરમેન્ટલ ગાઈડલાઈન્સ પ્રમાણેના માપદંડો અમલમાં ન મૂકે. સાથે જ જમીન સંપાદન કેંદ્ર સરકારે નક્કી કરેલા કાયદા અંતર્ગત થાય નહિ કે ગુજરાત સરકારે બનાવેલા કાયદા મુજબ.

(5:21 pm IST)