Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

નર્મદા ડેમના 21 દરવાજા ખોલાતા ભરૂચના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા

ભરૂચ નજીક નર્મદા નદી ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવે એવી શક્યતા

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમના 21 દરવાજા ખોલી પાણી છોડતા ભરૂચ નજીક નર્મદા નદી ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવે એવી શક્યતા છે. વહીવટીતંત્રએ સાબદા બની કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરી છે.

   બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશમાંથી નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણી આવતાં નર્મદા ડેમના 21 દરવાજા ખોલાયાં છે. ડેમમાંથી નદીમાં ચાર લાખ કયુસેકથી વધારે પાણી છોડાતા ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી શકયતા છે. સાવચેતીના ભાગ રૂપે નદીકાંઠાના ગામ લોકોને સલામતીના પગલા લેવા ભરૂચ જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયાએ અપીલ કરી છે.

(10:04 pm IST)