Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વડોદરાના નવા મ્યુ. કમિશ્નર તરીકે નલીન ઉપાધ્યાય : અગાઉ વડોદરામાં એમ એસ પટેલનો ઓર્ડર થયેલ પરંતુ સરકારે ઓર્ડરમાં ફેરફાર કર્યો : કુલ છ આઇ.એ.એસ અધિકારીની બદલીઓના હુકમો

રાજકોટઃ વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે અગાઉ કમિશ્નર ઓફ મ્યુનિસીપાલટી એડમીનીસ્ટ્રેસનમાં ફરજ બજાવતા એમ.એસ. પટેલની નિમણુંકનો ઓર્ડર થયેલ પરંતુ સરકારે આ ઓર્ડરમાં તાત્કાલીક ફેરફારો કરી અને કમિશ્નર ઓફ લેન્ડ રિફોર્મસમાં મુકાયેલા જામનગરના પૂર્વ. મ્યુ. કલેકટર નલીન ઉપાધ્યાયને વડોદરા મ્યુ.કમિશ્નરની ફરજ સોંપતો હુકમ કર્યો છે. ત્યારે ગાંધીનગરના જી.એ.ડી વિભાગમાં પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી સી.વી. સોમને સ્પોર્ટસ યુથ એન્ડ કલ્ચર એકિટવીટી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે આર.સી. મીણાના સ્થાને મુકાયા છે. અને આર.સી. મીણાને જી.એ.ડી. માં શ્રી સી.વી.સોમના સ્થાને મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત યોગેશ બાબુરાવ નીલગુડુને  કમિશ્નર માઇક્રોસ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ વિભાગ ગાંધીનગર ખાતે રિઝીઅનલ કમિશ્નર ઓફ મ્યુ. તરીકે ફરજ સુપ્રત થઇ છે.

આ ઉપરાંત અગાઉના હુકમમાં શ્રી રાકેશ શંકર ડે. ન્યુ કમિશ્નરમાંથી જી.એ.ડી. વિભાગ(પ્લાનીંગ) નો ગાંધીનગર ખાતેનો વધારાનો ચાર્જ અપાયો છે. આમ આજે કુલ છ આઇ.એ.એસ. અધિકારીની બદલીઓના હુકમ સરકારે કર્યા છે.

(7:04 pm IST)