Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આણંદ તાલુકાના મોગર ગામે વકીલના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 12 હજારની મતાની ઉઠાંતરી કરી

આણંદ:તાલુકાના મોગર ગામે આવેલા વકિલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને નકુચા તોડી નાંખી અંદરથી ૧૨ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે વાસદ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી ધર્મેન્દ્રસિંહ કનકસિંહ મહિડા મુળ મોગર ગામે આવેલા મહાદેવ મંદિર પાસેની લ-મીનગર સોસાયટીમાં રહેતા હતા અને આણંદ ખાતે વકિલાત કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ આણંદ ખાતે રહે છે. દરમ્યાન ગત ૨જી તારીખના રોજ મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડની જાળીનો નકુચો તોડીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તિજોરી તેમજ ઉપલા માળે મુકેલ પેટીનો સરસામાન વેરવિખેર કરી નાંખી તિજોરીનું લોકર પણ કોઈ હથિયારથી તોડી નાંખી ડ્રોવરમાં મુકેલા બે ચાંદીના ગ્લાસ, ચાંદીનો જગ મળી કુલ ૧૨ હજાર તેમજ બાળકોના દાગીના વગેરે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:55 pm IST)