Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાંજના સુમારે ઇસરવાડા નજીકથી દારૂ ભરેલ ટ્રકને ઝડપ્યો: 8.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે સાંજના સુમારે ઈસરવાડા ગામના પાટીયા પાસેથી એક ટર્બો ટ્રકને ઝડપી પાડીને તેમાં લવાયેલો ૮.૧૬ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ડ્રાયવરને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, ધર્મજ ચોકડી તરફથી એક ટર્બો ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂ ભરીને વટામણ તરફ જનાર છે જેના આધારે તારાપુર ચોકડીથી લઈને ગોલાણા સુધી ગુપ્તરાહે વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમ્યાન ઈસરવાડા ગામના પાટીયા નજીક એક શંકાસ્પદ ટર્બો ટ્રક નંબર જીજે-૦૭, ટીટી-૮૩૨૫ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવી હતી અને ટ્રકના ચાલકને નીચે ઉતારીને તેનું નામઠામ પુછતાં તે અરવલ્લી જિલ્લાના વલુણા ગામે રહેતો સતીષભાઈ ધનજીભાઈ ફલેજા હોવાનું જણાવ્યું હતુ. 

(5:54 pm IST)