Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

તારાપુર તાલુકાના ખડા ગામે બપોરના સુમારે નરાધમે 6 વર્ષીય બાળકને ફોસલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી: લોકોમાં રોષની લાગણી જોવા મળી

તારાપુર: તાલુકાના ખડા ગામે આજે બપોરના સુમારે એક છ વર્ષના કિશોર ઉપર ગામના જ એક નરાધમ ભરવાડ દ્વારા સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના સુમારે સ્કૂલેથી છુટીને ઘર તરફ જતા એક છ વર્ષીય વિદ્યાર્થીને જગાભાઈ ભલાભાઈ ભરવાડ નામનો ૨૭ વર્ષીય શખ્સ ચાલ આપણે આવીએ, તેમ જણાવીને પટાવી ફોસલાવીને બળિયાદેવ મંદિર પાછળ લઈ ગયો હતો જ્યાં બાળકની ઉપર સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય કરતાં ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતુ અને બેભાન થઈ ગયો હતો. અધમ કૃત્ય આચરીને જગાભાઈ ભરવાડ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

(5:47 pm IST)