Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ખેડા જિલ્લામાં જુદા જુદા સર્જાયેલ મારામારીના ત્રણ બનાવો: સામસામે થયેલ હુમલામાં ત્રણને ગંભીર ઇજા

ઠાસરા :તાલુકાના બોરડી, કઠલાલ તાલુકાના લાડવેલ અને ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીક સર્જાયેલા જુદા-જુદા ત્રણ મારામારીના બનાવોમાં કુલ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની ફરીયાદ જે તે પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે ફરીયાદ લઈ ત્રણેય બનાવો મળી કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના બોરડી ગામમાં રહેતાં ભલાભાઈ શામળભાઈ રાઠોડ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના સમયે તેઓ ઘરે હાજર હતાં તે વખતે ગામમાં રહેતાં ભગાભાઈ મોહનભાઈ રાઠોડ, તેમની પત્ની મંજીબેન અને પુત્ર વિજય એકાએક ભગાભાઈના ઘરે આવી ચઢ્યા હતાં. અને તમે અમારા ખેતરમાંથી વધુ ચાર કેમ કાપી તેમ કહી ભલાભાઈને ગમેતેમ ગાળો બોલવા લાગ્યાં હતાં. જેથી ભલાભાઈએ પોતાના ખેતરમાંથી ચાર કાપી હોવાનું જણાવતાં ઉશ્કેરાઈ ગયેલા ભગાભાઈએ હાથમાંનો સળીયો ભલાભાઈને મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત વિજય અને મંજીબેને પણ ભેગા મળી ભલાભાઈને ગળદાપાટુનો માર માર્યો હતો. 

(5:44 pm IST)