Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મોડાસામાં મહાદેવગ્રામ સુધી બનેલ રસ્તામાં તંત્રની બેદરકારી જોવા મળી: મોટા-મોટા ખાડા પડતા વાહન ચાલકોને પરેશાની

મોડાસા:મોડાસાથી મહાદેવગ્રામ તરફ જવાના માર્ગમાં પ્રાર્થના સ્કુલથી આગળના માર્ગમાં મોટા ખાડા પડી ગયા છે.જયારે અણીયોર મોડાસા વચ્ચેના માર્ગે આવેલા નવાનગર રોડ ઉપર ખાડા પડી જતાં વાહન ચાલકોને પરેશાની ઉભી થઈ છે.મસમોટા ખાડાને લઈ અકસ્માતની ભીંતી સેવાઈ રહી છે.તંત્ર દ્વારા સત્વરે આ બંને રોડ ઉપરના ખાડાઓ પુરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી હતી.

પ્રાર્થના સ્કુલથી મહાદેવગ્રામ તરફ જવાના રોડ ઉપર 10 થી વધુ ગામો આવેલા છે.આ રોડ ઉપર ચોમાસામાં ખાડા પડી જતાં પાણીના ખાબોચીયા ભરાઈ રહે છે.જેને લઈ વાહન ચાલકો ખાડામાં ખાબકે છે.આ રોડ ઉપરથી રાજપુર ખાતે રામદેવ મંદિર જવાનો માર્ગ હાઈ આ રોડ ઉપર લોકોનો ઘસારો વધુ રહે છે.પરંતુ મોટા મોટા ખાડાને લઈ વાહન ચાલકોને અકસ્માતની ભીંતી સેવાઈ રહી છે. બાકરોલના રાજુભાઈ વ્યાસ ના જણાવ્યા મુજબ આ રોડ ઉપર દિવસ દરમ્યાન ટ્રાફીક થી ધમધમતો રહે છે.

(5:42 pm IST)