Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ધનસુરા તાલુકાના બાજીપુરામાં 22 વર્ષીય પરણિત યુવકે પ્રેમિકા સાથે કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

ધનસુરા:તાલુકાના બાજીપુરા ગામના પરણિત ૨૨ વર્ષિય યુવકને બાયડ તાલુકાના લીંબ ગામની પરણિત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા આ પ્રેમનો કરૃણ અંજામ આવ્યો હતો.

 બંને પ્રેમી યુગલે ધનસુરા તાલુકાના હીરાપુરાકંપા ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવી દેતાં પંથકમાં અરેરાટી સાથે ફીટકારની લાગણી પ્રસરી હતી. આ ઘટના સંદર્ભે ધનસુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ધનસુરા તાલુકાના બાજીપુરાના રહીશ મુકેશના ઈડર તાલુકાના કાપસા ગામે લગ્ન થયા હતા.તેને બાયડ તાલુકાના લીંબ ગામની ભાવના સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પ્રેમી યુગલ તા.1 ના રોજ સાંજના સમયથી નીકળી ગયા બાદ ધનસુરા તાલુકાના હીરાપુરા કંપાની સીમમાં આવેલા ખેતરના કૂવામાં બંને પ્રેમી યુગલે પોતાની જાતે જ ઝંપલાવી દેતાં મોતને ભેટયા હતા.જયારે આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતાં ખેતરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.અને ખેતર માલીક વિનોદભાઈ લધાભાઈ પટેલ રહે.હીરાપુરકંપા ના ઓએ ધનસુરા પોલીસને  જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને યુવતીના પીયર અને સાસરીમાં જાણ કરી  સગા સંબંધીને બોલાવી તેમજ યુવકના સગા સંબંધીને બોલાવી બંને પ્રેમી યુગલની લાશોને કુવામાંથી બહાર કાઢી લાશોનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

(5:39 pm IST)