Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પાલનપુરના જૂનાગંજ બજારમાં ફૂડ વિભાગની ટીમના દરોડા: ઓચિંતી રેડ પાડી કેમિકલથી પકવાતો કેળાનો જથ્થો ઝડપવામાં આવ્યો

પાલનપુર: શહેરના જુનાગંજ બજારમાં આવેલ એક કેળાની વખારમાં કેમિકલ યુક્ત દ્વાવણમાં કેળા પકવવામાં આવતા હોય પાલનપુર ફ્રૂડ એન્ડ દ્રગ્શ વિભાગના ડી.જી.ગામીએ તેમની ટીમ સાથે આ વખારમાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં અહીંયા જયંતીભાઇ મણીભાઇ પટણી નામના વેપારી દ્વારા મોટા તપેલામાં જવનશીલ કેમિકલ યુક્ત પાણીમાં કાચા કેળા ને પકવવામાં આવતા હોય ફ્રુડ એન્ડ દ્રગ્સ વિભાગની ટીમ દ્વારા અહીંથી અઢી ટન કેમિકલ યુકત કેળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ કેળા પકવવામાં વપરાતા કેમિકલને જપ્ત કરીને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુનાગંજ બજારમાંથી લાખો રૃપિયાના કેમિકલયુક્ત કેળાના જથ્થો જપ્ત કરીને તેનો ડંપીગ સાઇડ પર નાશ કરવામાં આવતા કેમિકલથી કેળા પકવવાનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે ફ્રુડ એન્ડ ડ્રગ્શ વિભાગ દ્વારા જુના ટેલિફોન એક્સચેન્જ અને આરોગ્ય ધામ રોડ પર આવેલી કેળા ની વખારો પર ઓચિંતી રેડ કરવામાં આવે તો લાખો રૃપિયાના કેમિકલ યુક્ત કેળા નો જથ્થો ઝડપાઇ શક તેમ છે.

(5:38 pm IST)