Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગાંધીનગર: ક-7માં દારૂના કડક કાયદાનો ભંગ : બિન્દાસ્ત ચાલી રહી છે દારૂની ભઠ્ઠીઓ: પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર:રાજયમાં દારૂબંધીના કાયદા વધુ કડક બનાવવામાં આવી રહયા છે પરંતુ સ્થાનિક પોલીસ તંત્રની રહેમનજર હેઠળ વિદેશી દારૂની સાથે દેશી દારૂની હાટડીઓ પણ ધમધમતી હોય છે ત્યારે રાજયના પાટનગર ગાંધીનગરમાં જ ક-૭ પાસે ઝાડીઓમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે જેના કારણે સ્થાનિક લોકો પણ હેરાન થઈ ગયા છે. આ મામલે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. ત્યારે સ્થાનિકો આ ભઠ્ઠીઓ સત્વરે બંધ કરાવવા માટે માંગણી કરી રહયા છે.    

ગુજરાતે દારૂબંધી સ્વીકારી હોવા છતાં એકપણ ગામ એવું નહીં હોય જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી નથી. સરકાર દ્વારા દારૂબંધીના કાયદાને કડક બનાવવામાં આવ્યા છે પરંતુ જમીન ઉપર તેનું પાલન થતું નથી. રાજયના પાટનગર ગાંધીનગરમાં જ જ્યાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ બેસે છે ત્યાંથી પાંચ કીમીના અંતરે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. શહેરના ફતેપુરા અને આદિવાડામાં અત્યાર સુધી ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળતી હતી પરંતુ હવે બુટલેગરોએ ક-૭ પાસે ઝાડીઓમાં દેશી દારૂ ગાળવાનો નવો ધંધો શરૂ કર્યો છે. 

(5:40 pm IST)