Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કપડવંજ તાલુકામાં મુવાડાની સગીરાને ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

કપડવંજ:તાલુકાના ગોહીલના મુવાડાની સગીરાને ભગાડી જઇ તેની પર બળાત્કાર ગુજરવાના બનાવમાં આજે નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજાનો હૂકમ કર્યો છે. ઉપરાંત આરોપીને વળતર  અને દંડ સાથે કુલ ૯૧,૦૦૦/- ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

કપડવંજ તાલુકાના જ ઝઘડુપુર  તાબેના મોતીપુરા ગામનો અને હાલ પોરડા, તા.કઠલાલ ગામે કલ્પેશ ઉર્ફે કપો  ઉર્ફે કમલેશ સોમાભાઇ ગોહીલ રહેતો હતો.  જે ગત્ ૧૮ ઓક્ટોબર-૨૦૧૮ના રોજ કપડવંજ તાલુકાના ગોહીલના મુવાડામાં રહેતી ૧૬ વર્ષ, ૩ માસ અને ૧૬ દિવસની સગીરાને ફસાવી, લલચાવી, પટાવી બદઇરાદાથી ભગાડી ગયો હતો. જે સગીરાને અલગ અલગ સ્થળોએ લઇ જઇ ઓરડીમાં ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગૂજાર્યો હતો.આ અંગે સગીરાના પિતાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે કલ્પેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે સબબ પોલીસે કલ્પેશની અટક કરી હતી. 

(5:36 pm IST)