Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગ્રાહકો પાસેથી મૂળ કિંમતની વસ્તુના વધુ પૈસા લઇ છેતરપિંડી આચરનાર સુરત-તાપી જિલ્લાના વેપારી વિરુધ્ધ ગેરરીતિની ફરિયાદ દાખલ: 33.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

સુરત:ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ ભાવો લેવાની સાથે વજન કરતા ઓછુ આપીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારા 10,773 વેપારીઓને તોલમાપ વિભાગે ઝપેટમાં લઇને દંડનીય કાર્યવાહી હાથ ધરીને છેલ્લા બે મહિનામાં 33.70 લાખ  જેટલો જંગી દંડ સરકારની તિજોરીમાં જમા કરાવ્યો છે.

સુરત અને તાપી જિલ્લાની તોલમાપ કચેરી દ્વારા ગત જુન અને જુલાઇ મહિનામાં તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસુરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બે માસની તપાસણી દરમ્યાન સુરતના વાડી ફળિયામાં મોબાઇલ કોર્ટ દરમ્યાન 21 વેપારી એકમો પાસેથી પ્રોસીકયુશન કેસ કરીને રૂ.4600 દંડ, તાપી જિલ્લાના વ્યારાના બેડકુવામાં 21 વેપારીઓને રૂ.6200 નો દંડ તથા અણુમાલા ટાઉનશીપ ખાતે 15 વેપારીઓ પાસેથી રૂ.10300 નો દંડ વસુલ્યો હતો.

(5:35 pm IST)