Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વડોદરાની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ જુદા-જુદા ગંભીર આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી: ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં પૂત્રવધૂએ તેના સસરા,સાસુ અને પતિ વિરૃધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે તેના સસરા વડોદરા શેરબજારના પૂર્વ પ્રમુખ સુધીર શાહ છે ે  

બરખા શાહે પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન તા.૨૯-૧-૨૦૧૭ના રોજ જિમ્મી શાહ સાથે થયા હતા.લગ્ન પહેલાં થયેલી શરત મુજબ મેં પ્રતિષ્ઠિત કંપનીની નોકરી છોડી હતી.પરંતુ થોડા જ સમયમાં મારા સાસુ સંગીતા બેને મને ઘરકામ બાબતે મ્હેણાં મારવાનું શરૃ કર્યું હતું.એક વાર રસોઇમાં ભૂલ થતાં તેમણે પાણીનો ગ્લાસ અને નાસ્તાનો ડબ્બો માર્યો હતો અને હાથ પકડી ઘર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

(5:33 pm IST)