Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમદાવાદના અમરાઈવાડીમાં માનસિક રીતે અસ્વસ્થ બાળકીનું અપહરણ કરી નરાધમે હવસનો શિકાર બનાવતા ચકચાર: પીડીતાએ ઇશારાથી ફરિયાદ નોંધાવતા પોલીસે રંગે હાથે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી મુંગી અને મંદબુદ્ધિની યુવતીનું સ્કુટર પર અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અપંગ છે અને કાંકરીયાથી યુવતીને ઘરે મુકવાને બહાને રામોલ લઈ જઈને તેની સાથે અઘટિત કૃત્ય કર્યું હતું. પિડીતાએ ઈશારામાં તેની  દાદીને હકીકત જણાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

આ બનાવની વિગત મુજબ અમરાઈવાડી વિસ્તારમાં દાદી સાથે રહેતી ૨૩ વર્ષની યુવતી જન્મથી જ મુંગી અને મંદબુદ્ધિ છે. ૨ સપ્ટેમ્બરના રોજ યુવતીની દાદી કામથી બહાર ગઈ હતી. તે સમયે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. રાત્રે આવીને દાદીએ જોયું તો તેમની પૌત્રી ઘરે હાજર ન હતી. આથી તેમણે તપાસ કરતા તેમના ઘર નજીક રાત્રે એક અપંગ માણસ સાઈડ કારમાં બેસાડીને તેમની પૌત્રીને મુકી ગયો હોવાનું જણાયું હતું. વૃધ્ધાની પુત્રવધુ તે વખતે હાજર હતી અને તેણે સ્કુટરવાળાને પુછતા તેણે કાંકરીયાથી આ છોકરીને બેસાડીને મુકવા આવ્યો છે, એમ કહ્યું હતું.

(5:31 pm IST)