Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સુરતમાં માત્ર રૂ.૩૩૦ના ખર્ચે ગણેશજીની મૂર્તિનું નિર્માણઃ ઇકો ફ્રેન્ડલી ગણેશજી તરફ ભાવિકો વળ્યા

સુરત: એક તરફ રાજ્ય સરકાર અને મનપા તાપી શુદ્ધિકરણને લઇને વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાનને લઇને લોકો જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં એક ગણેશ ભક્ત દ્વારા અનોખા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જે મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. તેમાં ફક્ત રૂપિયા 330નો ખર્ચ કરવામાં આવ્યો છે.

એક સયમ હતો જ્યારે સુરતીલાલાઓ મસમોટી શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરતા હતા. જ્યારે હવે તેઓ ઇકો ફ્રેન્ડલી ગણેશજી તરફ વળ્યા છે. શહેરના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ગયા વર્ષ કરતા આ વર્ષે તાપી શુદ્ધિકરણને ધ્યાનમાં લઇને માટીની નાની મૂર્તિઓ કે ઇકોફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણી પાસે રહેલી બોલપેન ખાલી થઇ જતા આપણે તેને ફેંકી દેતા હોય છે.

તેમને જાણીને નવાઇ લગાશે કે આજ બોલપેનનો ઉપયોગ કરી શ્રીજીની 5.6 ફૂટની મૂર્તી તૈયાર કરાઇ છે. રામપુરા મેઇન રોડ પર આવેલા અનોખા શ્રીજી બનાવવામાં આવ્યા છે. વેસ્ટ બોલપેનમાંથી વિઘ્નહર્તાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલા નામની યુવતીએ આ વેસ્ટ બોલપેનમાંથી ગણપતિ બનાવ્યા છે. આ મૂર્તિ 2020 નંગ બોલપેન અને 40 કલાકની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે.

એક ગણેશ ભક્તે જણાવ્યું હતું કે, માત્ર રૂપિયા 330નાં ખર્ચમાં 5 બાય 6 ફૂટ ઉંચાઈ ધરાવતી શ્રીજીની મનોહર પ્રતિમા તૈયાર થઈ ગઈ હતી. આ વખતે અમે કંઈક અનોખું કરવા ઇચ્છતા હતા. તેમાંથી રામપુરા યુવક મંડળને મારો વિચાર ગમ્યો અને પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. જે હાલ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ પ્રતિમાથી પર્યાવરણને કોઈ નુકસાન નહી થાય. બોલ પેન ભેગી કરવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો.

(4:54 pm IST)