Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

૯૫ શિક્ષકોને અભૂતપૂર્વ સન્માન આપવાનું મુખ્યમંત્રીનું પગલુ આવકાર્ય

રાજકોટઃ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સરકાર દ્વારા દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ૯૫ શિક્ષકોને રાજ્યના વીઆઈપી મહેમાનોની જેમ સ્વીકાર કરી સન્માન કરવાનુ નક્કી થયુ છે. દરેક શિક્ષક પોતે શિક્ષક હોવાનુ ગર્વ સમજે છે. રાજ્ય સરકારના આ સ્તુત્ય નિર્ણયને આશિર્વાદ અને અભિનંદન.

સરકારની આ અંગેની જાહેરાતમાંથી નિતરતુ અમૃત બિંદુ એ છે કે શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીના આવા સદ્ભાવી નિર્ણયનો અમલ કરવાથી વર્ગ-૨ના અધિકારીઓને એસ્કોટ મળશે. સન્માનિત થનાર ૯૫ શિક્ષકોને કેવો ઉમંગ હશે તે મુખ્યમંત્રી સાથે વાતચીત પ્રસંગમાંથી જ ઉભરી શકશે. રાજ્યના તમામ શિક્ષકોને આવુ માન તેમના દિનપ્રતિદિન મુંઝવતા પ્રશ્નોના ઉકેલની દિશામાં પણ કાર્યવાહી કરી આપી શકાશે. દરેક શિક્ષક વહીવટી કામકાજમાં પણ સન્માનિત બની શિક્ષણની ફરજ-જવાબદારીમાં રચ્યાપચ્યા બનવા પ્રયત્ન કરશે. રાજ્યની શાળાઓ-મહાશાળાઓ રાજ્યના પ્રસંગને દિપાવવા મનેકમને જોતરાઈ છે ત્યારે કાયમી વહીવટી સન્માનનો મળવાપાત્ર અધિકાર નવી પહેલથી શરૂ કરશે. આપણે સૌ આ શિક્ષકો પાસેથી જીવન ઘડતરના શૂન્યમાંથી સર્જક બનીએ. મુખ્યમંત્રીશ્રીના આવા વિશિષ્ટ વિચારોને ધન્ય છે. શિક્ષિત પ્રજા, વાલીઓ ખોબલે ખોબલે વધાવે છે. કાયઝાલા એપના શિક્ષક સંઘના વિરોધ અંગે પણ સુખદ ઉકેલ મેળવી શકાશે.

- કે.બી. વ્યાસ, ગાંધીનગર (મો. ૯૮૨૫૦ ૩૩૦૭૪)

(4:05 pm IST)