Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સરકારી શાળામાં ફરજીયાત બનાવ્યા બાદ

આવતા મહિનાથી રાજયની ૧૫૦૦૦ જેટલી ખાનગી શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત

અમદાવાદ, તા.પઃ  સરકારી શાળાઓમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ ફરજિયાત કરાયા બાદ, હવે ગુજરાત શિક્ષણ વિભાગ રાજયની ખાનગી શાળાઓમાં પણ આ સિસ્ટમ લાગુ કરવા અંગે વિચાર કરી રહી છે. આ વર્ષના ઓકટોબર મહિનાથી રાજયની ૧૫ હજાર જેટલી ખાનગી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બાયોમેટ્રિક અટેન્ડન્સ ભરવી પડશે.

આ નિર્ણયને ન્યાય આપવા માટે સરકારે રાઈટ ટુ એજયુકેશન (RTE)ની જોગવાઈનો હવાલો આપ્યો છે, જે અંતર્ગત તેઓ રાજયમાં ખાનગી શાળાઓના કામકાજ પર નજર રાખી શકે છે.

ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, આ માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે, જેમાં GCERT, રાજય સરકાર, રાજય શિક્ષણ બોર્ડ, અન્ય સેન્ટ્રલ એજયુકેશન બોર્ડ્સ તેમજ પ્રાઈવેટ એજયુકેશનલ ઈન્સ્ટીટ્યૂશનના રિપ્રેઝેન્ટેટિવનો સમાવેશ થાય છે. આ ટાસ્ક ફોર્સ નવી મોનિટરિંગ સિસ્ટમની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપશે, જેનો અમલ ગુજરાત બોર્ડ, ICSE, CBSE અને અન્ય બોર્ડ્સનો સમાવેશ થાય છે.

રાજય સરકારના કેટલાક સૂત્રોએ તે વાતની પુષ્ટિ કરી છે કે, સૂચિત પગલાનું લક્ષ્ય રાજયની ડમી શાળાઓના વ્યાપને અટકાવવાનું છે. 'અનેક ડમી શાળાઓ રાજય સરકારની ગ્રાન્ટ લેતી હોય તેવું જોવા મળ્યું છે' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાને સૂત્રોએ જણાવ્યું.

રાજયના શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું કે, 'રાઈટ ટુ એજયુકેશન (RTE) અંતર્ગત એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે સરકારે વર્ષે ૩૦૦ કરોડ રૂપિયાની ફી ભરે છે', વધુમાં ઉમેરતા તેમણે કહ્યું કે, 'જો કે આ શાળાઓમાં આપવામાં આવી રહેલા શિક્ષણની ગુણવત્ત્।I પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી'. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ઉમેરે છે.

અધિકારીએ જણાવ્યું કે, દ્યણી સરકારી શાળાઓ ડમી RTE વિદ્યાર્થીઓના નામે સરકાર પાસેથી ગ્રાન્ટ લઈ લે છે. ગરીબ વિદ્યાર્થીઓ, ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ મેળવ્યા પછી પણ મ્યુનિસિપલ અથવા સરકાર દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરે છે, જયારે ખાનગી શાળાઓ પોતાના ચોપડે તે વિદ્યાર્થીઓ RTE હેઠળ દાખલ થયા હોવાનું બતાવે છે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ આ વિશે વધુમાં કહ્યું કે, દ્યણી શાળાઓ તેમના માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર શિક્ષકોની નિમણૂક કરે છે અને તેના આધારી ફી નિયમન સમિતિ પાસેથી વધારે ફી વસૂલવા માટેની સંમતિ માગે છે. 'આવી શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણના વાસ્તવિક સ્તરને બાયોમેટ્રિક સિસ્ટમથી વધુ અસરકાર રીતે નિરીક્ષણ કરી શકાય છે'

તમામ બોર્ડ અને શાળાઓના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલોએ અટેન્ડન્સ માટેની નવી સિસ્ટમ સામે વિરોધ નોંધાવ્યો હતો સાથે જ શિક્ષણ બોર્ડ દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ કહ્યું હતું.

તો અસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના પ્રેસિડેન્ટ મનન ચોકસીએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેમણે કહ્યું કે માર્ચમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ માટે અમે સરકારને પત્ર લખ્યો હતો. આ સિસ્ટમ દ્વારા ડમી શાળાઓનો ભાંડાફોડ થશે અને સારી સ્કૂલોને ફાયદો થશે. અમારો પ્રસ્તાવ શિક્ષણ વિભાગે મંજૂર કર્યો છે અને અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

તો ગુજરાત સેલ્ફ-ફાઈનાન્સ્ડ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રેસિડેન્ટ દીપક રાજયગુરુએ કહ્યું કે, આ સિસ્ટમનો પહેલાથી જ ત્ઘ્લ્ચ્ અને ઘ્ગ્લ્ચ્ના શાળાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી વધારે તે કામ કરી શકશે નહીં. અમે સરકારને પહેલાથી જ ડેટા પૂરા પાડીએ છીએ.

(11:58 am IST)