Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રાત્રે 9 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી 1.08 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ

ડેમમાં પાણીની આવકમાં જબરો વધારો થતા ડબલ માત્રામાં પાણી છોડવા નિર્ણંય

 

સુરત : આજે રાત્રે 9 વાગ્યે ઉકાઈ ડેમમાંથી 1,08 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરાયું છે તેવી  માહિતી ઉકાઇ ડેમ ખાતે વોટર મેનેજમેન્ટ કરી રહેલા સત્તાવાર સૂત્રો દ્વારા  જાહેર કરાઈ છે

 આજે બુધવારે રાત્રે 9 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 339.63 ફૂટ નોંધાઇ હતી. રૂલ લેવલથી ફક્ત 0.37 ફૂટ સપાટી છેટી રહી હતી. દરમિયાન ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 60,458 ક્યુસેક્સ થતાં સત્તાધીશોએ રાત્રે 9 વાગ્યાથી 1,08,130 ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરુ કર્યું હતું.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં તા.4 સપ્ટેમ્બરના રોજ પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો આવરો વધુ થાય તેમ હોવાથી બુધવારે રાત્રે 9 વાગ્યાથી જેટલું પાણી આવી રહ્યું હતું તેનાથી ડબલ માત્રામાં પાણી ડેમમાંથી રિલીઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

(11:49 pm IST)