Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઓલપાડમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા :કામરેજમાં અનેક સોસાયટીઓ જળબંબોળ

કામરેજથી કિમ આવતા સર્વિસ રોડ પાણીમાં ગરકાવ :કોમ્પ્લેક્ષોની દુકાનોમાં પાણી ભરાયા

 

સુરત :દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે જિલ્લાના કામરેજ, કીમ, ઓલપાડ, સાયણ  જળબંબોળ બન્યા છે  ઓલપાડમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા

કામરેજ તાલુકામાં  વરસાદી પાણીના નિકાલના અભાવે પંચવટી કોમ્પ્લેક્ષ, ગોકુલ નગર તેમજ કામરેજથી કીમ તરફ આવતા સર્વિસ રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો સહિત સોસાયટીના રહીશો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

  . વરસાદના પગલે કામરેજમાં નીચાણવાળા કોમ્પ્લેક્ષોની દુકાનોમાં પાણી ભરાઇ જતા દીનભર પાણી કાઢવા માટે વેપારીઓ દોડતા નજરે પડ્યા હતા. એકાદ બે કલાક સુધી વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઇ જતા જન જીવન ખોરવાઇ ગયુ હતુ.

  ભારે વરસાદના પગલે કરોડો રુના ખર્ચે બનેલ ઓલપાડ વાયા વડોલી-કીમ સ્ટેટ હાઇવે ૧૦૦થી ૨૦૦ મી.ના એરિયામાં મુખ્ય રોડ બેસી જતા માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની મીલીભગત વરસાદે બહાર લાવી દીધી હતી. મુખ્ય સ્ટેટ હાઇવે ઉપર પડેલા ભંગાણના પગલે સંભવીત અકસ્માત નોતરે એવા થઇ ગયેલા મુખ્ય હાઇવેના બેહાલથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા

(11:50 pm IST)