Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પ્રતિબંધિત દવા ભટિંડા મોકલવા મામલે પંજાબ પોલીસના ધાનેરામાં ધામા:ત્રણ યુવકોની તપાસ

લાઈફ લાઇન મેડિકલ બંધ કરી માલિક ફરાર

 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી પ્રતિબંધિત દવા પંજાબના ભટીંડામાં મોકલવાનો મામલે પંજાબ પોલીસે ધાનેરામાં ધામા નાંખ્યા છે.

  મળતી વિગત મુજબ પંજાબની ભટીંડા પોલીસે ધાનેરાની લાઈફ લાઇન મેડીકલમાં તપાસ હાથ ધરી. મેડિકલ દુકાનના માલિકે 10 કાર્ટુન પ્રતિબંધિત દવા ભટીંડા મોકલી હતી. ભટીંડા પોલીસે ધાનેરાના બે યુવક અને દિયોદરની એક યુવકની તપાસ હાથ ધરી હતી. જોકે લાઈફ લાઇન મેડિકલ બંધ કરી માલિક ફરાર થઈ ગયો છે.

(12:22 am IST)